☰Menu ૐ નમઃ શિવાય     જય ખરડેશ્વર
Login
SignUp
Login
SignUp
સ્થાપના : ૧૯૬૪ [રજી. નં. એ ૧૧૦૫]

શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ

કાશીક્ષેત્ર, લોહાણા પરા, કૈસરે હિંદ પુલ પાસે, રાજકોટ - ૩૬૦૦૦૧. ફોન : ૨૨૩૮૬૨૩

ઔદિચ્ય બ્રાહ્મણની ઉત્પત્તિ
વિક્રમ સંવત ૧૦૫૯માં ગુજરાતના મહારાજા મુળરાજ સોલંકી રાજ કરતા હતા. રાજ્ય પ્રાપ્ત કર્યા બાદ પાપ નિવારણાર્થે ૧૦૫૯ માં સિધ્ધ્પુરમાં જગ વિખ્યાત રૂદ્રમાળ બંધાવ્યો. આ ભવ્ય મંદિર ની સ્થાપના કરવા માટે ઉત્તર ભારત માંથી ૧૦૩૭ વિદ્વાન ઔદિચ્ય બ્રાહ્મણોને તેના કુટુંબ પરિવાર, સગા સંબંધી સાથે તેડાવ્યા તેની મનુષ્ય સંખ્યા આશરે ૯૦૦૦ ની હતી. તેઓ પાસે મહાન યજ્ઞ કરાવ્યો અને તેઓને ગામો તથા દક્ષિણાઓ આપી ન્યાલ કરી નાખ્યા.

મહારાજાએ આપણા ઔદિચ્ય બ્રાહ્મણોના પુર્વજોને સેંકડો ગામ આપી મોટા મનથી ગુજરાત, કાઠીયાવાડ માં વસાવ્યા હતા. અને એ રીતે આપણે સૌ એ પરિવારના વંશજો છીએ.

ખરેડી સમવાયની ઉત્પત્તિ
વિક્રમ સંવત ૧૬૫૦માં જુનાગઢના ધનિક શ્રી રેવા ભટ્ટના પુત્રનો વિવાહ જામનગર તાબેના કાલાવડ પરગણામાં આવેલ ખિજડીયા ગામના શ્રી ભવાન પંડ્યાની પુત્રી વેરે થયો હતો. શ્રી રેવા ભટ્ટ જુનાગઢના રાજસત્તાધારી હતા. પોતાનુ ઐશ્વર્ય અને જાહોજલાલી જણાવવા માટે મોટી જાનની સાથે વરારાજાને હાથી પર બેસાડી પુત્રને પરણાવવા ગયા હતા. ખિજડીયાના ભવાન પંડ્યા જો કે ગરીબ હતા તો પણ પોતાના શ્રીમંત વેવાઈના તેજમા અંજાઈ જાય તેવા ન હતા. વરરાજા હાથી પર ચઢીને આવે છે એવા સમાચાર તેને મળ્યાકે તરત તેણે રેવા ભટ્ટને કહેવરાવી મોકલ્યુ કે “તમારુ શ્રીમંત પણુ તમારે ત્યા રાખવુ અમને બતાવવાની જરૂરત નથી. માટે મહેરબાની કરી નાત રીતિ પ્રમાણે વરરાજાને જ્યાં સુધી તોરણે લવશો નહિ ત્યાં સુધી અમે પોંખશું નહી”. પણ શ્રી રેવા ભટ્ટ આ અપમાન ખમી શક્યા નહી જેથી પોતાની વાત ન મુકવા તેણે જીદ પકડી.

શ્રી ભવાન પંડયા બહોળા સગાવાળા હતા. શ્રી રેવા ભટ્ટ્ના આગ્રહને તેણે મચક આપી નહી. આખરે કજીયો વધી પડ્યો અને તેનો નિવેડો લાવવા માટે જ્ઞાતિને બોલાવી વચ્ચે પડવાની જરૂર પડી. નિમંત્રિત જ્ઞાતિ એકઠી થઈ આવી. શ્રી રેવા ભટ્ટે ભોજન લાલચથી પોતાની વાત રાખવા દરેક કોશીશ કરી. પણ જ્ઞાતિનો મોટો ભાગ શ્રી ભવાનપંડ્યા ના પક્ષમા રહેતા તેના પર તેની કશી અસર થઈ નહી. આખરે જ્ઞાતિ પટેલોએ એક મત થઈ એવો ઠરાવ કર્યો કે શ્રી રેવા ભટ્ટ અને શ્રી ભવાન પંડ્યા બંન્નેએ જ્ઞાતિને ભોજન દેવુ. જે તેમ કરવામા પછાત પડે તેને અન્ય પક્ષ તુલ્ય ભોજન જ્ઞાતિને આપી શકે નહી તેને હારેલા જાહેર કરવા. જે હારે તેણે પોતાની વાત મુકી દેવી. શ્રી રેવા ભટ્ટ હારે તો તેણે વરરાજાને હાથી પર બેસાડી લાવવો નહી અને શ્રી ભવાન પંડ્યા હારે તો તેણે તેમ કરવાની શ્રી રેવા ભટ્ટને છુટ મુકવી. આ શરત બંનેએ કબૂલ કરી.

અસંખ્ય પ્રયત્ન કર્યા છતા ભોજન બાબતે પોતાની જ ફતેહ થશે એ કલ્પના મા તે નિષ્ફળ થતા કલ્પના ખોટી પડી. શ્રી ભવાન પંડ્યાને જામનગર ના મહારાજા વિભાજીના કુંવર શ્રી ભાણસિંહજી તરફથી અને તેના સગાવહાલાં તરફથી નાણાં ની એટલી બધી મદદ મળી કે શ્રી રેવા ભટ્ટ સામે ટક્કર લેવામાં જરા પણ પાછા પડ્યા નહીં આથી શ્રી રેવા ભટ્ટને ક્રોધ અને ગ્લાનિ ઉત્પન્ન થઈ. શ્રી ભવાન પંડ્યાને ત્યાનું સગપણ તોડી ભર નાત વચ્ચે મારી નાત હોય તે મારી સાથે ચાલો અને મને હારેલો સમજતા હોય તે બેસી રહો. એવો ઘોર ધ્વનિ કરી જુનાગઢ તરફ ચાલતા થયા. તેની પાછળ તેના સગાવહાલાં ના આશરે 300 ઘરો ગયા. અને આ જથ્થો જુનાગઢ મા બંધાયો. માટે તે કારણથી તે ગઢીયા સમવાય ના નામ થી ઓળખાવા લાગ્યા. આમ જ્ઞાતિ વિભક્ત થઈ. ખિજડીયા ના શ્રી ભવાન પંડ્યા સાથેના સગાવહાલાં નો મોટો જથ્થો જુદો સમવાય બાંધવા તેઓએ માંગણી કરી અને સઘળાં ઓ તત્કારણસર વિચાર કરવાને ખરેડી મા એકઠા મળ્યા. સર્વાનુમતે એવો ઠરાવ પસાર કર્યો કે અત્રે મંત્રણા કરવા એકઠા થયેલ ભાઈઓ એ આજથી આપણો જુદો જથ્થો બાંધવો એમ નક્કી કર્યું. આ જથ્થાની સ્થાપના આપણે ખરેડી મા કરીયે છીએ માટે તેનુ નામ ખરેડી સમવાય રાખવું. આપણે જે પ્રથમ ગોહિલવાડી ઔદિચ્યના સામાન્ય નામથી ઓળખાતા તેને બદલે આપણે ખરેડી સમવાય ઔદિચ્ય તરીકે ઓળખાવુ. અને શ્રી ખરડેશ્વર મહાદેવ ને આપણા જ્ઞાતિના ઇષ્ટદેવ ગણવા. આ પ્રમાણે આપણા ખરેડી સમવાય ની સ્થાપના સંવત ૧૬૫૦ મા કરી. શ્રી ખરડેશ્વર મહાદેવની જય બોલાવી જ્ઞાતિ મંડળ નુ વિભાજન થયું.

આમ આપણી ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી જ્ઞાતિ વિશે નો ઇતિહાસ આશરે ૪૨૬ વર્ષ જુનો છે. હાલમાં આપણી જ્ઞાતિના સૌથી વધારે કુટુંબો રાજકોટ ખાતે વસે છે તેવી અમારી ધારણા છે. જોકે સૌરાષ્ટ્ર ગુજરાત સિવાય દેશ ના અન્ય રાજ્યો તેમજ પરદેશ ખાતે પણ આપણા જ્ઞાતિજનો વસે છે.

સંસ્થાનો સંક્ષિપ્ત પરિચય
આપણી સંસ્થા “શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ, રાજકોટ” સ્થાપના સંવત ૨૦૨૦ ઈ. સ. ૧૯૬૪ મા ચૅરિટી કમિશનર શ્રી ની કચેરી મા રજીસ્ટ્રેશન નંબર એ-૧૧૦૫-૧૯૬૪ થી આપણા ટ્રસ્ટની નોંધણી થઈ. જે તે સમયે આપણા વડીલો ચર્ચા વિચારણા કરી ટ્રસ્ટનું બંધારણ બનાવી ટ્રસ્ટની રચના કરી. સ્વ. મુ. શ્રી પ્રાણલાલભાઈ એમ. જોષી જ્ઞાતિ મંડળ ના પ્રથમ પ્રમુખ તથા સ્વ. મુ. શ્રી કાંતિલાલભાઈ એલ. ભટ્ટ જ્ઞાતિ મંડળના પ્રથમ માનદ મંત્રી હતા. તેમના સિવાય આપણી જ્ઞાતિના અનેક વડીલો એ સંસ્થાની સ્થાપના મા સક્રિય ભાગ લીધેલ, પરંતુ સર્વે વડીલો ના નામનો ઉલ્લેખ સંસ્થાના ટૂંકા પરિચયમાં શક્ય નથી. આપણા રાજકોટ શહેર મા ખરેડી સમવાય ના આપણા વડીલ સ્વ. મુળશંકરભાઈ દયારામ દવે કે જેમણે પોતાની પુત્રી કાશીબેનના નામે કાશીક્ષેત્ર ની જગ્યા સંવત ૧૯૬૭ મા આપી. વંદન સાથે સ્મરણાંજલિ અને શ્રદ્ધાંજલિ સાથે આપણે આપણા સૌ ના વડીલ સ્વ. મુ. પ્રાણભાઈ ના સ્વ. પિતાશ્રી મોહનલાલ મયાશંકર જોષીની પ્રેરણાથી જ્ઞાતિ વાડી નો જીર્ણોદ્ધાર અને નવનિર્માણ કર્યું. તેમને તથા સ્વ. શ્રી. દલસુખભાઈ દામોદર પંડ્યા ને શ્રદ્ધાંજલિ અર્પીએ. સંવત ૨૦૨૭ વૈશાખ સુદ ૩ (અખા ત્રીજ) ના રોજ જ્ઞાતિની વાડી કાશીક્ષેત્ર નવનિર્માણ નું ખાતમુહર્ત કરવામાં આવ્યું ની જગ્યા કાશીક્ષેત્ર ટ્રસ્ટની માલિકીની વાડી નો જીર્ણોદ્ધાર ટ્રસ્ટ અને જ્ઞાતિજનો અને દેશ વિદેશ માં વસતા જ્ઞાતિજનો ના આર્થિક યોગદાન થી સંવત ૨૦૨૮ મહા સુદ ૫ ના રોજ નવનિર્માણ આલીશાન વાડી નું બાંધકામ પૂર્ણ થતા વાસ્તુ તથા નવચંડી યજ્ઞ નુ આયોજન થયેલ. આ ભવ્ય ઈમારતના ચણતર કામ સામે જ્ઞાતિ મંડળે એકત્રિત કરેલ વાડી ફંડ ની રકમ નો ઉપયોગ મકાનના બાંધકામ મા થયો અને જ્ઞાતિ મંડળે કાશીક્ષેત્ર ટ્રસ્ટ ને ઠરાવ સાથે અર્પણ કર્યું. ત્યારબાદ આપણા જ્ઞાતિ મંડળ નું કાર્યાલય કાશિક્ષેત્ર ખાતે કાર્યરત છે. તેમજ કાશિક્ષેત્ર વાડી નું સંચાલન પણ કાશિક્ષેત્ર ટ્રસ્ટ તથા આપણા જ્ઞાતિમંડળ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે તેમજ કાશિક્ષેત્ર વાડી નો વર્ષો વર્ષ વિવિધ પ્રકારે વિકાસ કરવામાં સર્વે જ્ઞાતિ જનો તથા જ્ઞાતિ મંડળ નો સિંહ ફાળો રહ્યો છે. આપણી જ્ઞાતિ ના સ્વ. શાંતિલાલ બી. વ્યાસ દ્વારા રાજકોટ ના ક્રૂષ્ણનગર (કણકોટ) ખાતે આપેલ આશરે ૧૪૦૦ ચોરસ વાર જગ્યામાં સંવત ૨૦૬૩ ના વૈશાખ સુદ ૧૩ ને સોમવાર તા. ૩૦.૦૪.૨૦૦૭ ના શુભ પાવન દિવસે ક્રૂષ્ણનગર (કણકોટ) મુકામે આપણા ઇષ્ટદેવ શ્રી ખરડેશ્વર દાદા ના મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. સ્વ. શાંતિલાલભાઈ ની હયાતી દરમ્યાન મંદિર નુ કાર્ય પૂર્ણ થઈ શકેલ નહીં. પરંતુ ત્યારબાદ તેમના ધર્મપત્ની સરલાબેન તથા અન્ય કુટુંબી જનો ના સહકાર તેમજ જ્ઞાતિજનો ના આશરે રૂ. ૧૪ લાખના આર્થિક યોગદાન થી ભવ્ય મંદિર નુ નિર્માણ શક્ય બન્યુ. આ મંદિર નુ સંચાલન આપણી જ્ઞાતિ સંસ્થા શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય જ્ઞાતિમંડળ, રાજકોટ દ્વારા કરવામાં આવે છે.

જ્ઞાતિ મંડળની વિવિધ પ્રવૃતિઓ


કારોબારી સમિતીના સભ્યો


ક્રમાંક ટ્રસ્ટીઓના નામ મોબાઈલ નંબર
શ્રી પ્રદિપભાઈ રવિકાંતભાઈ દવે (પ્રમુખ) ૯૪૨૭૪૧૩૪૦૯
શ્રી હરિશભાઈ રમેશભાઈ વ્યાસ (ઉપપ્રમુખ) ૯૮૯૮૦૧૩૩૧૧
શ્રી કિશોરભાઈ પ્રભાશંકરભાઈ જોષી (મંત્રી) ૯૯૦૪૪૧૫૧૮૨
શ્રી હિરેનભાઈ માર્કન્ડભાઈ વ્યાસ (ખજાનચી) ૯૯૭૯૮૬૬૭૯૮
કારોબારી સભ્યો
શ્રી ગજેન્દ્રભાઈ પ્રાણલાલભાઈ જોષી ૯૩૭૭૫૧૬૮૪૧
શ્રી ભાસ્કરભાઈ મોહનલાલભાઈ દવે ૯૩૭૭૭૭૭૫૨૬
શ્રી હરેશભાઈ ઈશ્વરલાલભાઈ જોષી ૬૩૫૨૭૩૫૩૨૭
શ્રી ચૈતન્યભાઈ નલિનભાઈ વ્યાસ ૯૮૨૪૨૧૩૨૩૮
શ્રી વિપુલભાઈ મનસુખભાઈ ભટ્ટ ૯૮૨૫૬૯૬૧૩૩
૧૦ શ્રી રાજેશભાઈ મનસુખભાઈ ભટ્ટ ૯૮૨૫૩૫૪૬૩૬
૧૧ શ્રીમતિ શ્રુતિબેન વિપુલભાઈ ભટ્ટ ૯૩૭૪૧૨૬૧૦૮
કો-ઓપ્ટ સભ્યો
૧૨ શ્રી વિપુલભાઈ મહેશભાઈ ભટ્ટ ૯૩૭૪૧૧૬૧૦૮
૧૩ શ્રી યોગેશભાઈ નલિનભાઈ દવે ૯૧૦૬૨૯૫૫૭૬
આમંત્રિત કારોબારી સભ્યો
૧૪ શ્રી જગદિશભાઈ પી. ભટ્ટ ૯૫૧૨૮૫૬૧૦૬
૧૫ શ્રી સુરેશભાઈ એમ. ઠાકર ૯૧૦૪૮૮૮૭૮૭
૧૬ શ્રી ચેતનભાઈ વ્યાસ ૯૬૩૮૮૯૮૨૭૭
૧૭ શ્રીમતિ કીર્તિબેન એન. જોષી ૯૮૭૯૨૮૦૬૦૪

જ્ઞાતિમંડળનો સંપર્ક કરો





લોકેશન મેપ શ્રી ખરડેશ્વર મહાદેવ મંદિર, કણકોટ (કૃષ્ણ નગર), રાજકોટ

આર્થિક યોગદાન


આપણી સંસ્થાના વિવિધ ખર્ચ ત્થા પ્રવૃતિઓ માટે, બેંક ભંડોળ પર થતા વ્યાજની આવક અને જ્ઞાતિજનો દ્વારા આપવામાં આવેલ આર્થિક યોગદાન આવકના મુખ્ય સ્ત્રોત છે.
છેલ્લા અમુક વર્ષથી બેંક ભંડોળ પર વ્યાજનો દર સતત ઘટતો જાય છે અને દિનપ્રતિદિન ખર્ચમાં વધારો થતો જાય છે. આ સંજોગોમાં જ્ઞાતિજનો દ્વારા ફુલ નહિ તો ફુલની પંખડીરૂપે મળતા આર્થિક યોગદાનમાં વધારો થાય તેવી અપેક્ષા સહ જ્ઞાતિ મંડળ સર્વ જ્ઞાતિ જનોને અપીલ કરે છે. જ્ઞાતિજનોની સુવિધા માટે આ સાથે સંસ્થાના બેંક એકાઉંટની વિગતો રજુ કરેલ છે, જેથી આપની અનુકુળતા મુજબ ઓનલાઈન અથવા આપની નજીકની રાજકોટ નાગરિક સહકારી બેંક ની શાખામાં સંસ્થાના ખાતામાં ચેક / કેશ જમા કરાવી શકાશે. જે અંગેની જાણ કાશીક્ષેત્ર કાર્યાલય અથવા હોદ્દેદારને ફોનથી અથવા ઈ-મેઈલ દ્વારા કરશો તેવી વિનંતી.

Bank Name : Rajkot Nagarik Sahakari Bank Ltd
Bank Address : Para Bazaar Branch, Nagarik Bhavan-1, Dhebarbhai Road, Rajkot - 360001.
Account Name : Shree Audichya Brahman Kharedi Samavay Gnati Mandal, Rajkot
Account No. : 010003100012078
Account Type : Savings
IFSC : RNSB0000001

અથવા QR Code સ્કેન કરીને આપના ગૂગલપે (GooglePay) / ફોનપે (PhonePay) / પેટીએમ (PayTM) વગેરે એપ દ્વારા આપનું યોગદાન સંસ્થામાં જમા કરાવી શકો છો

શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ ૨૦૨૦